પ્રેરણા પરિમલ
સુખમય સ્થિતિનું રહસ્ય...
એક સંતને એસિડિટીની તકલીફ હતી. તેના ઉપરથી ટેન્શનની વાત નીકળી એટલે સ્વામીશ્રી કહે, 'ટેન્શન શા માટે ? આપણે પ્રયત્ન કરવો ને પછી શ્રીજીમહારાજને સોંપીને સૂઈ જવું. થાય તો ભગવાનની ઇચ્છા ને ન થાય તો ય એમની ઇચ્છા. કામ કરવું સો ટકા. પણ પરિણામનો બહુ વિચાર ન કરવો. આપણે પ્રોગ્રામ વ્યવસ્થિત કર્યો હોય ને પછી આઘોપાછો થાય, મોડો ય થાય, બધી કંઈ આપણા હાથની વાત નથી...'
'તમને ક્યારેય ચિંતા નથી થતી ?' સંતસ્વરૂપ સ્વામીએ એકદમ પૂછ્યું.
'ભગવાનને સોંપી દઈએ એટલે ચાલે છે. પ્રયત્ન સો ટકા કરીએ પણ પછી સમજવું પડે કે શ્રીજીમહારાજની ઇચ્છા આમ જ હશે.' સ્વામીશ્રીએ પોતાના મિષે સૌને સમજ પાડી. પોતે પુરુષપ્રયત્નમાં કંઈ જ બાકી રાખતા નથી. રાત-અધરાત જોયા વગર ઉપાડેલા કામનો ગમે તેવા અવરોધોમાં પણ અંત લે, અને તે પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ કુનેહ ને ચાતુર્યથી ! પણ પછી પરિણામ શ્રીહરિ ઉપર છોડી દઈ નિરાંતનો શ્વાસ લે. કદાચિત્ કામ પાર ન પડે, અવળું પરિણામ આવે તો પણ તેનો ભાર શ્રીહરિને સોંપી દે. કોઈ મમત નહિ.
આ જ એમની સદા સુખમય સ્થિતિનું રહસ્ય છે.
Vachanamrut Gems
Loyã-7:
The Importance of Bhakti
"… Thus, one who does not offer bhakti to Parabrahma after becoming brahmarup cannot be said to have attained ultimate liberation."
[Loyã-7]