પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૩૧
નૈરોબી, તા. ૯-૨-૧૯૭૦
આજે રાત્રે સૂતી વખતે મને બોલાવ્યો. હું બહાર ઊભો હતો. યોગીજી મહારાજ કહે: 'આજે શાંતિ થઈ ગઈ, સમૈયો સારો થઈ ગયો.' બસ, એટલી વાત કરી પોઢી ગયા. સ્વામીશ્રી બહુ આનંદમાં હતા. સૌને સમજાવ્યું કે નૈરોબી મંદિરની પ્રતિષ્ઠા માટે જ સ્વામીશ્રી આફ્રિકા પધાર્યા. પોતાની માંદગીને ઠેલી અને આબાલવૃદ્ધ હરિભક્તોને સુખ આપ્યું-રાજી કર્યા. નાના બાળકો, યુવકોથી માંડી મોટા હરિભક્તો સૌ કોઈને ઉત્સાહ, શ્રદ્ધા, પ્રેમ સમાતાં ન હતાં. ભગવાન ભક્તિપ્રિય છે, ભક્તિને વશ છે તે અહીં ચરિતાર્થ થતું હતું.
તા. ૧૦-૨-'૭૦, વસંતપંચમીના રોજ ખૂબ દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ, સ્વામીશ્રીનો આનંદ સમાતો ન હતો. પૂર્વ આફ્રિકાનાં તમામ સ્થળેથી નાના-મોટા સૌ હરિભક્તો આવ્યા હતા. સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપી અપાર સુખ આપ્યું.
સ્વામીશ્રી નૈરોબી પધાર્યા તે પહેલાં અહીં ખૂબ વરસાદ પડ્યો હતો. જે દિવસે પધાર્યા તે દિવસથી બંધ થઈ ગયો. સારો તડકો પડ્યો. પ્રતિષ્ઠા સુધી તડકો રહ્યો. બધા હરિભક્તો વિદાય થયા પછી વરસાદ શરૂ થયો. આ એક ચમત્કારિક ઘટનાથી સૌને ઘણું આશ્ચર્ય થયું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-8:
Introspection
"… Someone may ask, 'What is antardrashti?' The answer is: To direct one's vrutti towards either the internal or the external form of God is itself 'antardrashti'…"
[Gadhadã II-8]