પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-3-2010, સારંગપુર
ભાવનગરથી એક યુવકનો પત્ર હતો. એને વ્યસન-મુક્તિ માટે ફોનમાં આશીર્વાદ લેવા હતા.
સ્વામીશ્રી કહે : ‘તું તમાકુ, બીડી, દારૂ, માંસ - આ બધું જ છોડી દે. તારે એ જ કરવાનું છે. તું આ છોડીશ તો જ સુખી થઈશ.’
‘છોડવા પ્રયત્ન કરું છું, પણ છૂટતું નથી.’
સ્વામીશ્રી કહે : ‘ઝેર છે એમ માન. ઝેરને ઝેર જાણી લીધું પછી પીવે છે ?’
‘ના.’
‘એમ આ બધું ઝેર છે. છોડી જ દેજે.’
‘કાલથી છોડી દઈશ.’
સ્વામીશ્રી કહે : ‘અત્યારથી જ સંકલ્પ કર. મરણિયો ઉપાય કર.’
સ્વામીશ્રીએ ખૂબ બળની વાતો કરી. એટલે છેલ્લે એ કહે : ‘કાલે આપનાં દર્શન કરવા આવું ?’
સ્વામીશ્રી કહે : ‘અહીં આવીશ તો પણ આ જ વાત કરવાની છે. અત્યારે ફોનમાં બધી વાત કરી છે. અહીં આવે ત્યારે આટલી વાત ન થાય, એટલે આ બરાબર છે.’
Vachanamrut Gems
Gadhadã II-16:
Observing Niyams are the Only Means to Overcoming Desires
“… Therefore, the only means to overcome the desires for the panchvishays is to follow the niyams prescribed by God…"
[Gadhadã II-16]