પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-10-2010, જૂનાગઢ
મંદિરે દર્શન કરવા પધારેલા સ્વામીશ્રી લિફ્ટ દ્વારા ઉપર જઈ રહ્યા હતા. નીચે લોઢવા ગામના ભરાડી ભગત જશા જીવા વાઢેર ઊભા હતા. ગામમાં દારૂના અઠંગ વ્યસની તરીકે તેઓ કુખ્યાત હતા. દારૂનું વ્યસન એ હદે તેઓને પરતંત્ર કરી ગયું હતું કે દારૂ માટે એમણે પોતાના સગા દીકરાને કૂવામાં નાખવા માટે ઊંધો લટકાવ્યો હતો. આ જીદ એ માટે હતી કે એમનાં પત્નીએ દારૂના પૈસા આપવાની ના પાડી હતી. એટલે પત્નીને ઇમોશનલી બ્લેકમેલ કરવા માટે પોતાના સગા દીકરાને કૂવે લટકાવ્યો હતો. રોજ છકડો ફેરવીને જે પૈસા થાય એનો દારૂ ઢીંચીને રસ્તાની વચ્ચે પડ્યા રહેતા અને ક્યારેક તો એવી પરિસ્થિતિ થતી કે ગામ લોકો ટીંગાટોળી કરીને એને ઘરે પહોંચાડતા. એક વખત તો પોતાની જીભ પણ કરડી ખાધી હતી.
આવા અઠંગ વ્યસનીને સ્વામીશ્રીના જાદુનો સ્પર્શ થયો અને આવાં ભયંકર વ્યસન ક્યારે ખરી પડ્યાં એ જ ખબર ન પડી. આજના દિવસે આ આહીર હરિભક્ત એ ગામના બી.એ.પી.એસ. સત્સંગમંડળના કાર્યકર્તા છે. એના પરિવર્તનને લીધે ગામના અનેક લોકો પણ સત્સંગ તરફ વળ્યા છે. ચમત્કાર તો એ છે કે આ ગામની શાળામાં આજુબાજુનાં ગામોમાંથી ભણાવવા આવતી શિક્ષિકાઓ હવે જશા વાઢેરના છકડા સિવાય કોઈના છકડામાં મુસાફરી કરતા નથી. સ્વામીશ્રીનાં દર્શનનો આ પ્રતાપ છે. સ્વામીશ્રી સમક્ષ અત્યારે પોતાના ભૂતકાળના જીવનનું થોડુંક નિદર્શન કર્યા પછી તેઓએ આશીર્વાદ માગ્યા.
Vachanamrut Gems
Gadhadã II-23:
Cultivating the Mind, No Small Feat
“However, one whose mind remains unmoved – that is, it does not become ‘hot’ upon experiencing repulsive vishays and does not become ‘cold’ upon experiencing pleasurable vishays – should be known as a Param-Bhãgwat Sant. But indeed, it is no small feat to cultivate one’s mind in this manner.”
[Gadhadã II-23]