પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-9-2017, લંડન
છાવણીના અંતે સ્વામીશ્રીએ માઇક માંગ્યું અને આજના દિવસના ત્રીજા આશીર્વાદ વરસાવતાં કહે :
‘અહીં બાળકો બેઠા છે એમનો મહિમા કહીએ... બાળકો ઊભા થાવ.’ બધા બાળકો તરત જ ઊભા થયા. સ્વામીશ્રીએ કહ્યું : ‘બેસી જાવ.’ પાછા બધા બેસી ગયા.
પછી સ્વામીશ્રી કહે : ‘આપણે દરિયા કિનારે જઈએ અને લાખો માણસો જાય છે, કારણ કે ત્યાં ઓઝોન વાયુ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારો છે. તેનાથી સ્વાસ્થ્ય સુધરે છે, પણ ઘણાને તેની ખબર નથી. તેમ આ બાળકોને ખબર નથી કે આ શું થાય છે ? પણ આ સબીજ જ્ઞાન છે, તે ઠેઠ હૃદય સુધી પહોંચશે. જેમ ઓઝોન તેનું કામ કરે તેમ આ જ્ઞાન પણ કામ કરશે. એમાં લેશમાત્ર શંકા નથી.’
સ્વામીશ્રી 3-55 વાગે છાવણીમાં જઈને બિરાજી ગયા હતા ત્યારથી લઈને સાંજે 7-30 વાગ્યા સુધી સતત 215 મિનિટ સુધી સૌથી શ્રેષ્ઠ શ્રોતા થઈને બેઠા. લઘુશંકા કરવા પણ ઊભા ન થયા. પગ પર પગ પણ ચઢાવ્યો નહોતો. પાણી પણ ન પીધું. ઝોકાં અને કંટાળાની તો વાત જ ક્યાં ? સતત માળાજાપ કરતાં કરતાં એકદમ ધ્યાનપૂર્વક અને રસપૂર્વક શબ્દે શબ્દ સાંભળ્યો !
શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના 49માં પોતાના માટે વાપરેલા શબ્દો - ‘અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી.’ સ્વામીશ્રીમાં દૃષ્ટિગોચર થયા.
Vachanamrut Gems
Vartãl-1:
The Importance of Realising the Incarnate Form of God to be the Sole Cause
“However, someone may repeatedly have doubts in his mind about God’s nature. For example, he may think, ‘What must God’s form be like in Brahmapur? What must His form be like in Shwetdwip and Vaikunth? When will I have the darshan of that form?’ He continues to harbour such doubts in his mind, but he does not feel fulfilled by realising that the incarnate form of God that he has attained is alone the cause of everything. Even if he attains samãdhi by God’s wish, his doubts are never eradicated. No matter what he sees in samãdhi, he always desires to see something new; never are the desires of his mind subdued…”
[Vartãl-1]