પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-9-2017, લંડન
આજે સવારથી ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ છાવણીનું આયોજન મંદિરમાં થયું હતું.
એના સંદર્ભમાં સ્વામીશ્રી સાંજે જાગ્રત થઈને સીધા કહે : ‘છાવણીમાં જવું છે.’
સ્વામીશ્રીની ઇચ્છાથી સવારથી જ અક્ષરપુરુષોત્તમ છાવણી શરૂ થઈ ગઈ હતી. બપોરના વિરામ બાદ અત્યારે છાવણી શરૂ થવાનો સમય 4-00 વાગ્યાનો હતો, પણ સ્વામીશ્રી સૌથી પહેલા, 3-55 વાગે છાવણીમાં જઈને બિરાજી ગયા. હજુ તો બધા ભક્તો (કેટલાક સભામંડપમાં પણ) આરામમાં હતા. વક્તા પણ આવ્યા નહોતા. પણ સ્વામીશ્રી આવી ગયા હતા...!!
જોગાનુજોગ ભદ્રેશદાસ સ્વામી ‘કેવું વાતાવરણ છે ?’ તે જોવા ત્યાં ગયા હતા અને સ્વામીશ્રીને જોઈને સ્વામીશ્રીનો સમય ન બગડે તે માટે, તેમનું પ્રવચન પછી હતું, તેની જગ્યાએ અત્યારે જ કરવા બિરાજી ગયા.
અક્ષરપુરુષોત્તમની વાતો સાંભળવાનો અક્ષર-પુરુષોત્તમના સાક્ષાત્ સ્વરૂપને આટલો બધો ઉત્સાહ !!
Vachanamrut Gems
Vartãl-3.:
A Person in whom Bhakti Flourishes
“Of the four types of eminent spiritual people just described, if a person serves one who is like lightning or the vadvãnal fire – by thought, word and deed, while staying within the tenets of one’s dharma – then bhakti coupled with the knowledge of God’s greatness flourishes in that person.”
[Vartãl-3.]