પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-3-2010, સારંગપુર
રૂપચોકીમાં સ્વામીશ્રી જ્યારે પધાર્યા ત્યારે સૌ સંતો બોલી રહ્યા હતા : ‘શાંતિ પમાડે તેને રે સંત કહીએ.’ આટલું કહીને ગઈકાલના સંદર્ભમાં નીલકંઠસેવા સ્વામી કહે : ‘મોટામાં મોટું ‘પીસ પ્રાઈસ’ અહીં જ છે ને ! કારણ કે શાંતિ તો આપનાં ચરણમાં જ છે.’
સ્વામીશ્રી કહે : “ભગવાનનાં ચરણમાં છે. યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજનાં ચરણમાં છે. એ મળ્યા એટલે સુખિયા રહેવાનું છે. એ શાંતિનું ધામ હતા, એટલે આપણને શાંતિ કરે છે. ‘માન-અપમાન મેં એકતા, સુખદુઃખ મેં સમભાવ;’ આ સમજણ થાય તો શાંતિ થાય.” આટલું કહીને પ્રશ્ન પૂછતાં કહે : ‘Do you understand ?’
Vachanamrut Gems
Gadhadã II-16:
Means to Increase Faith in God
“… Similarly, if one realises the greatness of the discourses, devotional songs, etc., related to God, then one’s shraddhã in God and in those activities will naturally increase. Therefore, one should employ whichever method is necessary to understand the greatness of God. If one does employ such a method, then even if one has no shraddhã at all, still one will develop shraddhã; and if one has feeble shraddhã, it will become stronger."
[Gadhadã II-16]