પ્રેરણા પરિમલ
અખંડ આનંદમાં રહેવું...
(તા. ૨૮-૦૪-૨૦૦૮, સારંગપુર)
શાસ્ત્રીજી મહારાજના ખંડમાં સ્વામીશ્રી મૂર્તિની સમક્ષ દર્શન કરી રહ્યા હતા. એ દરમ્યાન વિદ્યાર્થી સંતોએ શાસ્ત્રીજી મહારાજની સર્વકળાકુશળતાની વાત કરી. છેલ્લે કહ્યું: 'અત્યારે નારાયણસ્વરૂપદાસજી પણ એવા જ સર્વકલાકુશળ છે.'
એ સાંભળતાં જ સ્વામીશ્રી મુખ ઉપર દીનભાવ સાથે કહે, 'ના, ના, એમના જેવું તો આપણાથી ન થાય.'
સ્વામીશ્રીનું આ દાસત્વપણું સૌને સ્પર્શી ગયું.
અહીં સેવામાં રહેલા ડૉ. નિકુલે વાતચીતમાં સ્વામીશ્રીને કહ્યું, 'આટલી પ્રવૃત્તિ પછી પણ આપ ખૂબ ફ્રેશ લાગો છો.'
સ્વામીશ્રી તરત જ કહે, 'ફ્રેશ જ હોય ને!'
આટલું કહેતાં ચીમળાયેલું મોઢું હોય એવી મુદ્રા કરતાં સ્વામીશ્રી કહે, 'આમ, આમ પડી રહેવાથી શું વળે? આ તો વાત કરી ને કામ કર્યું ને પતી ગયું.'
થોડો વિરામ લઈને પછી સ્વામીશ્રી કહેઃ 'અખંડ આનંદમાં રહેવું. કથાવાર્તા થાય છે, ભજનકીર્તન થાય છે, સેવા થાય છે એમાં બધું આવી ગયું.' પ્રત્યેક પ્રવૃત્તિ પછી સ્વામીશ્રી આટલી હળવાશ રાખી શકે છે એ જ તેઓના અખંડ આનંદનું રહસ્ય છે.
Vachanamrut Gems
Sãrangpur -2:
Non-Violence
Shriji Mahãrãj then began to elaborate by saying, "One should not hurt any living being with one's speech…"
[Sãrangpur -2]