પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આ વિમાનમાં પાંત્રીસેક વર્ષનો એક સ્મિત વેરતો યુવક કર્ટ પરિચારક તરીકે સેવા આપી રહ્યો હતો. ‘What can I do for you? Can I help you?’ (તમારા માટે હું શું કરી શકું ? હું તમને મદદ કરી શકું ?) એમ બધાને, જરૂર જણાતાં પૂછીને, સેવા ઉપાડી લેતો હતો. થોડી વારમાં તો સ્વામીશ્રી સહિત સૌનો રાજીપો તેણે જીતી લીધો.
સંતોએ પૂછ્યું : ‘એનાં પુણ્ય હશે ને કે તેને આવો યોગ થઈ ગયો ?’
સ્વામીશ્રી કહે : ‘હા.’
પછી આ યોગનો મહિમા કહેતાં સ્વામીશ્રી કહે :
“આ યોગથી પંચમહાપાપ બળી જાય, જો હેત થાય તો ! બાકી બીજા ગમે તેટલા વિદ્વાન ને બધું હોય, પણ અસદ્ભાવ હોય તો ચોકડી... સાધુમાં પણ ઘણાને ગુણાતીતાનંદ સ્વામીને વિશે કેટલો અસદ્ભાવ ! ને પેલો નટનો છોકરો, ભાવથી નાચ્યો તો સ્વામીએ કહ્યું : ‘એને ઠેઠ સુધી નાચવાનું ન રહ્યું.’ પેલો મુલ્લો : ‘સ્વામિનારાયણ કા સાધુ અચ્છા બના હૈ...’ એ બધાનું કામ થઈ ગયું, ને ઓલા ઝેરીલા બધા રહી ગયા.”
હરિપ્રકાશદાસ સ્વામી કહે : ‘ભગવાન કે સંતને વિષે સદ્ભાવ હોય તો બીજાં સાધન ન કર્યાં હોય તોય કલ્યાણ થઈ જાય.’
સ્વામીશ્રી આ વાક્ય ઉપર મહોર-છાપ મારી દેતાં કહે : ‘બીજું કાંઈ કર્યું ન હોય, તોય.’
નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ યાદ આવી જાયઃ
કે’શે સંત તો આ બહુ સારા રે,
ખરા કલ્યાણના કરનારા રે;
એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે,
તે તો બ્રહ્મમો’લે વાસ લેશે રે.
Vachanamrut Gems
Gadhadã II-1.9:
Detaching the Chitt from the Vishays
"Now, a person who wishes to detach his chitt from those vishays should firstly consolidate his knowledge of the ãtmã; i.e., 'I am the ãtmã, not this body.' Secondly, he should thoroughly understand the nature of how the cosmos is created, sustained and destroyed. Thirdly, he should thoroughly understand the greatness of God. He should think, 'The panchvishays have been created by God; thus, there must be much more bliss in God than there is in them…"
[Gadhadã II-1.9]