પ્રેરણા પરિમલ
કળિયુગમાં સતયુગ!
સ્વામીશ્રીની મુલાકાતે એક યુવક પોતાના પિતાશ્રીને લઈને આવ્યો. એના કપાળ ઉપર તિલક-ચાંદલો હતો. સ્વામીશ્રીને દંડવત્ કરીને ચરણસ્પર્શ કરીને એ બેઠો. સ્વામીશ્રીને જોતાં જ રડતાં રડતાં એ બોલ્યોઃ 'બાપા! અમારા પિતાજીનું કંઈક કરો.'
'શું છે તારા પિતાજીને?'
તે કહેઃ 'દારૂ ને માંસ લે છે.'
સ્વામીશ્રી થોડા ટટ્ટાર થયા. લંબાવેલા પગની અડધી પલાંઠીવાળી એના પિતાજીને કહેઃ 'સાંભળો, આ તમારા દીકરાને. આ જમાનામાં આવો દીકરો કોઈને મળે? તમારે એને સુધારવાનો હોય, એની જગ્યાએ ભગવાન એનામાં પ્રેરણા કરીને તમને કહે છે. માંસ વગેરે ખાધા વિના કરોડો લોકો જીવે છે, કેમ ન જિવાય? નક્કી કરો. આ છોકરામાં મહારાજે જ પ્રવેશ કર્યો છે. એમ માનો.'
સ્વામીશ્રી સમજાવતા હતા એ દરમ્યાન આ યુવાન ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. સત્સંગનો આ પ્રતાપ છે. વિદેશની ભૂમિ ઉપર આવાં દર્શન સત્સંગસમાજ સિવાય મળવા અત્યંત દુર્લભ છે. અહીં સત્સંગને પ્રતાપે અવળી ગંગા વહે છે. સ્વામીશ્રીનું આ જ સુવર્ણ પૃષ્ઠ છે. પેલા ભાઈ પીગળ્યા અને હવેથી દારૂ-માંસ ન લેવાનો નિયમ લીધો.
સ્વામીશ્રીએ કહ્યું: 'આ નિયમ હવે જીવનના અંત સુધી પાળજો. અને નિયમ પાળવાનું બળ મળે એટલા માટે મંદિરે આવજો અને સંત-સમાગમ કરતા રહેજો.'
(તા. ૩-૫-૨૦૦૪, સોમવાર, લંડન)
Vachanamrut Gems
Loyã-8:
Controlling All of One's Indriyas Through One
Then Shriji Mahãrãj asked, "Of all these indriyas, which one, if fully controlled, leads to control over all of the other indriyas?"
Shriji Mahãrãj answered His own question, "If the tongue is fully subdued, then all of the other indriyas can be subdued."
[Loyã-8]