પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી જમવા વિરાજ્યા. એ જ ગાજર, એ જ પરવળ, એ જ બ્રોકલી, એ જ કોળું, એ જ વટાણા, એ જ ચણા, એ જ દાળ, એ જ બ્લેક-રાઇસ !!
છેલ્લા સાત મહિનાથી રોજ બે વાર આનું આ મેનુ જોઈને બ્રહ્મવત્સલદાસ સ્વામીએ પૂછ્યું : ‘રોજ એકનું એક જમવાનું ?! કેવી રીતે મજા આવે ?’
સ્વામીશ્રીને જમાડી રહેલા ગુણવત્સલદાસ સ્વામીએ અનુભવના શબ્દો ઉચ્ચાર્યા : ‘સ્વામીને કોઈ પણ પ્રકારનો સ્વાદ જ નથી ને !’
સ્વામીશ્રીએ સ્વ-સ્થિતિની અદ્ભુત વાત કરી : ‘ભગવાનનો સ્વાદ આવે છે.’
સ્વામીશ્રીના આ વાક્ય પરથી પંક્તિ યાદ આવી જાય કે ‘એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં !’
ગુણવત્સલદાસ સ્વામીએ પ્રાર્થના કરી : ‘આપને પીરસતાં પીરસતાં અમારો સ્વાદ નીકળી જાય એવા આશીર્વાદ આપો, દૃષ્ટિ કરો. ગુણાતીતાનંદ સ્વામી તો દૃષ્ટિ દ્વારા કામ ખેંચી લેતા હતા.’
સ્વામીશ્રી પ્રસંગ પકડતાં ઠાવકાઈથી કહે : ‘ઉપેન્દ્રાનંદ સ્વામી પહેલાં 29 ગુણ લાવ્યા હતા, એક જ બાકી હતો.’
‘એમ તમે પણ પહેલાં 29 ગુણો લાવો, પછી હું બાકીના પૂરા કરી દઉં.’ એ ભાવાર્થ પકડાતાં જ સેવકો હસી પડ્યા.
ગુણવત્સલદાસ સ્વામી શરણાગતિ સ્વીકારતાં કહે : ‘29 ગુણ લાવવા તો અમારા માટે અશક્ય છે. આપ આશીર્વાદ આપો.’
‘એમાંથી જ થશે.’ સ્વામીશ્રીએ સસ્મિત આશીર્વાદ પાઠવ્યા.
Vachanamrut Gems
Panchãlã-3.14:
Love For God
" Therefore, it is only appropriate that one develops love for God while behaving as the ãtmã. That is My principle, and one who develops love for God in this way is dear to Me…"
[Panchãlã-3.14]