પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-3-2010, સારંગપુર
એક વાતચીતના સંદર્ભમાં સ્વામીશ્રી આજે કહે : ‘પહેલાં તો એવું હતું કે બધે જ પહોંચી વળતા હતા. શરીર સારું હતું ત્યાં સુધી કોઈનેય ના પાડી નથી. નીકળ્યા હોય ને વચમાં બે ગામ આવે તો એ પણ કરી લઈએ, કારણ કે તે દહાડે શરીર સારું, હાથ-પગ ચાલે અને તબિયત પણ સારી, ફરીએ એટલે હરિભક્ત રાજી થાય. અત્યારે તો એક સવારે મળવાનું અને પછી આખો દી અંદર બેઠાં બેઠાં જ કામ કરવાનું. પેઠા એ પેઠા, બીજે દહાડે સવારે જ નીકળવાનું.’
જીવનભર હરિભક્તોના જીવન-ઉત્કર્ષ માટે, લોકસેવા માટે ગામડે ગામડે વિચરનાર સ્વામીશ્રીને, ઉંમર અને સ્વાસ્થ્યને લીધે તબીબોના આગ્રહથી વિચરણ હવે ઘટ્યું છે, છતાં એમનો ઉમંગ હજી એવો ને એવો તાજો છે !
Vachanamrut Gems
Gadhadã III-14:
Automatic vairagya
“… In the same way, one with deep affection for God immediately becomes angry on any object that acts as an obstruction in that affection, and he immediately shuns that object. Therefore, one who has deep affection for God automatically develops vairãgya as well as discretion.”
[Gadhadã III-14]