પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૭
ગોંડલ, તા. ૩-૧૨-૧૯૬૯
સવારે ઉકાળો પીધા પછી યોગીજી મહારાજ આરામમાં જઈ રહ્યા હતા. એવામાં પૂજારી નિર્ગુણ સ્વામી સ્વામીશ્રીને બે-ત્રણ પ્રકારની ઘડિયાળ (દિવાર ઉપર લટકાવવા માટે) બતાવવા લાગ્યા અને પૂછ્યું કે આપ કઈ પસંદ કરો છો ? તુરત સ્વામીશ્રી કહે,'ઈશ્વર સ્વામી કરશે, ઈ એમને પૂછો. કલ્યાણનું હોય તો મારી પાસે લાવવા...' એમ સૌને ગમ્મત કરાવતા પોતાનું શું કાર્ય છે એ સ્પષ્ટ જણાવી દીધું. પછી આપણે એમનો કઈ રીતે ઉપયોગ કરવો, એ વિચારી લેવાનું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-4:
Worshipping God with a Cheerful Mind
"… Therefore, a devotee of God should remain ever joyful and should worship God with a cheerful mind. Moreover, however adverse his circumstances may be, he should not allow even the slightest trace of depression to enter his heart."
[Loyã-4]