પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-3-2017, અમદાવાદથી નૈરોબી જતાં વિમાનમાં
સ્વામીશ્રીનું પત્રકાર્ય ચાલુ હતું. લંડનથી એક યુવકનો પત્ર આવ્યો હતો. તેણે મૂંઝવણ રજૂ કરતાં જણાવ્યું હતું કે ‘ઘણા લોકો કહે છે કે આપ સત્પુરુષ છો અને શ્રીજીમહારાજનું સ્વરૂપ છો. પણ મને તે સમજાતું નથી. મેં ઘણા પત્ર અને આર્ટિકલ(લેખ) વાંચ્યા છે, તો પણ સમજાતું નથી. મારા મનમાં એવું છે કે તમે એક હસ્ત-લિખિત પત્ર મને મોકલો અને કહો કે તમે મહારાજના સ્વરૂપ છો, તો જ હું માનું. હું તમારા હસ્તલિખિત જવાબ માટે રાહ જોઈશ.’
આ પત્ર સાંભળીને સ્વામીશ્રી કહે : ‘છે જ. ભગવાનનું સ્વરૂપ છે.’
સેવક સંતે વિનંતી કરતાં પૂછ્યું : ‘સ્વામી ! પત્રમાં લખી આપશો ?’
સ્વામીશ્રીએ કાગળ ને કલમ કરમાં ગ્રહ્યાં... લખવાનું શરૂ કર્યું, તે શબ્દો અહીં યથા-તથા મૂક્યા છે :
“મહારાજ કહે છે - ભગવાન અથવા સંત સદાય પ્રગટ છે. જીવને ઓળખાણ થાય એટલી જ વાર છે. આપણે તો ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ છે જ. અને સદાય પ્રગટ રહેવાના છે. શાસ્ત્રીજી મહારાજ કહે છે, ‘સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જ જતા નથી.’ અને યોગીબાપા કહે છે કે ‘ભવિષ્યમાં પણ ભગવાન સંત દ્વારા પ્રગટ રહેશે.
સાધુ કેશવજીવનદાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.
17-3-17.
Ahd.થી હવામાં NRB.” (અર્થાત્ અમદાવાદથી નૈરોબી જતાં હવામાં...) (12:20 p.m.)
Vachanamrut Gems
Gadhadã II-1:
What is the Nature of Infatuation?
Thereupon Muktãnand Swãmi bowed to Shriji Mahãrãj with folded hands and asked, "Mahãrãj, what is the nature of infatuation? Also, by what means can infatuation be eliminated?"
After thinking for a short while, Shriji Mahãrãj replied, "It seems that a feeling of delusion which often appears in the mind is the very nature of infatuation. When infatuation intensifies in a person's heart, the delusion in his mind also intensifies. Thereafter, he loses all sense of discrimination of what should be done and what should not be done."
[Gadhadã II-1]