પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૬
ગોંડલ, તા. ૧-૧૨-૧૯૬૯
રાતની સભામાં કીર્તન ભક્તિના કાર્યક્રમમાં રાજુલાના વલ્લભભાઈએ પ્રગટનાં બનાવેલાં કીર્તનો ગવાઈ રહ્યા હતા. યોગીજી મહારાજ પ્રસન્ન મુદ્રામાં હતા. તેઓ કહે,'બતાવો જોઈ.' એમ કહી જેઠાભાઈ પાસે કીર્તન ઉતારેલાં કાગળિયાં હતાં એ હાથમાં લીધાં. એમાંથી એક કાગળ લઈ જેઠાભાઈને આપતાં કહે,'આ કીર્તન ગાઓ.'
એ કીર્તન હતું :
'દુઃખડાં દૂર કરો, સંકટ સર્વે હરો,
યોગીબાપા ! નિર્દોષ કરો છો,
ભક્તોને મારી થાપા...'
જેઠાભાઈએ એ કીર્તન ગાવાનું શરૂ કર્યું અને સ્વામીશ્રી હસવા લાગ્યા. હાથના ઇશારાથી સૌને ગાવાની આજ્ઞા કરી. પોતે સાંભળતા જાય પણ પોતાનું હસવું ખાળી શકતા નહોતા. સર્પદંશવાળી આંગળી-ઉપદેશમુદ્રામાં રાખી હાથનું લટકું કરતા જાય. જ્યારે કંઈક પ્રસન્નતાનો ભાવ બતાવવો હોય ત્યારે સ્વામીશ્રી આ રીતે કરતા - જાણે કહેતા હોય કે 'વલ્લભભાઈ ખરા છે ! પ્રગટનો મહિમા ખરો સમજી ગયા છે ! કીર્તન સારાં બનાવ્યાં છે !' વગેરે ભાવો એ હસ્તુમુદ્રામાંથી ફલિત થતા હતા. છેલ્લું ચરણ આવ્યું,'સ્વામી જોશો ન કરણી હમારી' એ સાંભળી ને પણ ખૂબ હસતા રહ્યા. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુરુ કે સંતના ગુણ એમની હાજરીમાં જ ગાવા, એ જ સાચી ભક્તિ છે !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Panchãlã-3:
Intelligence Without Introspecting on One's Flaws
"… On the other hand, someone may appear to be very intelligent, but if he does not introspect over his own flaws, then his intelligence should be known to be merely worldly…"
[Panchãlã-3]