પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૩૮
કંપાલા, તા. ૨૦-૩-'૭૦
આજે સુદ તેરશ. ક્ષૌરકર્મનો દિવસ. યોગીજી મહારાજનું ક્ષૌરકર્મ કરવા દેશમાંથી શ્રી વનમાળીભાઈ ખાસ સાથે આવ્યા હતા. દેશમાં પણ પોતે દર મહિને સ્વામીશ્રીનાં ક્ષૌરકર્મ માટે, તેઓ જ્યાં હોય ત્યાં પહોંચી જતા. તેથી આફ્રિકામાં પણ આ સેવાનો લાભ તેઓ કેમ જતો કરે ? સારાંમાં સારાં સાધનોથી, ખૂબ મહિમાપૂર્વક, હળવેથી મુંડન કરતા શ્રી વનમાળીભાઈનો હાથ સ્વામીશ્રીને માફક આવી ગયો હતો.
અહીં એક વાળંદભાઈને પણ સ્વામીશ્રીની સેવા કરવાનું મન થયું. એમણે સ્વામીશ્રીને કહ્યું :
'તમારું વતુ મને કરવા દ્યો.'
સ્વામીશ્રીએ તેને મીઠાશથી સમજાવ્યું :
'તમે પ્રમુખસ્વામીનું કરો. એ મારા કરતાં પણ મોટા છે. હું તો માંદો છું. એ તો આચાર્ય છે. પ્રેસિડેન્ટ છે !'
કોઈની લાગણી દુભાય નહિ અને ભાવ પણ જળવાઈ રહે એવી રીતે કુશળતાપૂર્વક સમજાવવાની કળા સ્વામીશ્રીમાં સહજ હતી. જીવ પ્રાણીમાત્રમાં રહેલી ભગવત્-સન્મુખ ભાવનાને સતેજ કરનાર સ્વામીશ્રી, દરેકની ભાવોર્મિને અનેક રીતે વળાંક આપી શકતા-પોષતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-73:
Key to Becoming Flawless
"… Whoever believes the great Purush to be absolutely free of flaws becomes totally flawless himself…"
[Gadhadã I-73]