પ્રેરણા પરિમલ
'નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો...'
દેશવિદેશમાં સ્વામીશ્રીએ જે આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું છે એ એક નૂતન ક્રાંતિ છે. સ્વાર્થના આ યુગમાં નિઃસ્વાર્થ સેવામૂર્તિ સ્વામીશ્રીના સંસ્પર્શથી હજારો આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષ સત્સંગીઓ સેવા માટે કેવાં થનગનતાં રહે છે! એવું એક ઉદાહરણ છે - ડૉ. રાજીવ વ્યાસ. ચૅરીહીલના આ સમૃદ્ધ તબીબની નીચે ૮૦૦ માણસો કામ કરે છે અને ૩૮ ડૉક્ટરો એમના સહાયક તરીકે કામ કરે છે. ઉપરાંત ન્યૂજર્સીની એક પ્રસિદ્ધ હૉસ્પિટલમાં ડાયરેક્ટર છે. પરંતુ ચૅરીહીલમાં રોજ સવારે ઠાકોરજીનાં દર્શને આવીને ભક્તિભાવપૂર્વક દરરોજ મંદિરનાં સંડાસ-બાથરૂમ પણ તેઓ સાફ કરે છે!
સ્વામીશ્રીએ ડૉ. રાજીવ વ્યાસ પર પ્રસન્ન થતાં કહ્યું : 'ભગવાનના દરબારમાં બધા જ નાના છે. આ રીતે સેવા કરીએ તો ભગવાન રાજી થાય અને અહંકાર પણ ન આવે.'
'નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો...' મુક્તાનંદ સ્વામીની આ પંક્તિને સાકાર કરનારા આવા હજારો હરિભક્તો સ્વામીશ્રીએ પકાવ્યા છે. એ જ એમની સાધુતાનો જાદુ છે.
(તા. ૧-૬-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Loyã-11:
Why is God Sometimes Described as Having Four Arms?
"… In reality, all forms of God's avatãrs have only two arms. However, for the sole reason of dismissing any similarity that a person lacking wisdom may perceive between God's form and other forms, they are often described as having four arms or eight arms."
[Loyã-11]