પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી આજે જ્યારે મંદિરે દર્શન કરીને નીચે પધાર્યા ત્યારે મણિનગરમાં રહેતા ચંદુભાઈ પટેલ અને તેમના ભત્રીજા જિતેન્દ્રભાઈ ઊભા હતા.
વર્ષો પહેલાં ચંદુભાઈના ભાઈ બળદેવભાઈ ઉપર જાનલેવા હુમલો થયો હતો. ત્યારપછી ભૂત થયેલા બળદેવભાઈ ઘણી વખત પોતાની પત્ની અને ચંદુભાઈના પત્નીમાં પ્રવેશ કરીને કહેતા કે ‘મારો મોક્ષ કરો.’
તેથી આજે ચંદુભાઈ અને બળદેવભાઈના દીકરા જિતેન્દ્રભાઈ સ્વામીશ્રી પાસે આશીર્વાદ લેવા આવ્યા હતા. જિતેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો હતો કે ‘જો મહંત સ્વામી મહારાજ આ વાત જાણીને ગુલાબનું પુષ્પ મોકલાવે તો હું માનીશ કે મારા પિતાશ્રીનો મોક્ષ થઈ ગયો.’ તેઓના આશ્ચર્ય વચ્ચે સ્વામીશ્રીએ તેમને ગુલાબનું પુષ્પ મોકલાવ્યું અને કહ્યું : ‘હવે મોક્ષ થઈ ગયો.’
તેઓનો સંકલ્પ પૂરો થતા તેઓને પ્રતીતિ બેસી ગઈ કે પિતાશ્રીનો મોક્ષ થઈ જ ગયો છે. (થોડા દિવસો પછી સંતો એમના ઘરે મહાપૂજા કરવા પધાર્યા હતા અને ત્યારે આ બળદેવભાઈએ છેલ્લી વખત ચંદુભાઈમાં પ્રવેશ કરીને કહ્યું હતું કે હવે મારો મોક્ષ થઈ ગયો.)
Vachanamrut Gems
Panchãlã-7:
Realising the Esoteric Truth about the Human Form of God
"Also, it is to liberate the jivas and to allow those jivas to offer the nine types of bhakti to Him that that God - who has a luminous and divine form - becomes like a human out of compassion, always doing so with all of His strength, divine powers and attendants. Even then, those who realise this esoteric truth understand the human form of God on this earth as being exactly the same as the form of God residing in Akshardhãm - they do not feel that there is even a slight difference between that form and this form…"
[Panchãlã-7]