પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૫
ગોંડલ, તા. ૨૯-૧૧-૧૯૬૯
અહીં યોગીજી મહારાજના દર્શને અનેક પ્રતિષ્ઠિતો આવતાં. સ્વામીશ્રી એમનું સન્માન કરવાનું ચૂકતા નહિ. અતિથિ સત્કારનો એમને બહુ ઉમંગ. જાણે શું કરી નાંખીએ, એવો વેગ એમનાં અંગેઅંગમાં ઊભરાતો.
આજે સાંજે ભારતના વિદ્વાન સંત સ્વામી અખંડાનંદજી આવેલા. સ્વામીશ્રીએ સામે જઈ એમનું સ્વાગત કર્યું. ફૂલહાર કર્યા. સ્વામીશ્રીએ એમને સભામાં પ્રવચન કરવા કહ્યું. એમણે એમના ગુરુનો ઉપદેશ કહી સંભળાવ્યો અને પછી સ્વામીશ્રી તરફ જોતાં કહે, 'આપ અમારા ગુરુને સ્થાને છો.'
'આપ અમારા ગુરુ છો.' સ્વામીશ્રીએ વિનમ્રભાવે સામે કહ્યું.
સ્વામીશ્રીની ઇચ્છાથી મંદિરમાં, અક્ષરદેરીમાં બધે દર્શન કર્યાં. બહુ રાજી થયા.
Vachanamrut Gems
Loyã-17:
Realising the Greatness of the Sant by That of God
"In addition to realising the greatness of God, such a person also deeply realises the greatness of the Sant who worships God. He feels, 'This Sant is truly great because he is a true devotee of the manifest form of God.' …"
[Loyã-17]