પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-10-2010, ગોંડલ
સેવાનિષ્ઠ સ્વામીએ ગજેન્દ્રમોક્ષની કથા રજૂ કર્યા પછી સ્વામીશ્રીને કહ્યું : ‘જેમ મગર થકી હાથીની રક્ષા કરી, એમ તમારે પણ અમારી રક્ષા કરવાની છે.’
સ્વામીશ્રી કહે : ‘આવી ને આવી વાતો કરતા રહેજો, એટલે થશે. વાતમાંથી જ દૃઢતા થાય. આપણે બીજાને વાત કહીએ તો આપણને દૃઢ થાય.’
સેવાનિષ્ઠ સ્વામી કહે : ‘તમે વચન આપો છો ને કે રક્ષા કરીશ ?’
સ્વામીશ્રી કહે : ‘આપણે તો ભગવાનના થયા એટલે ભગવાન રક્ષા કરશે જ, જોગીબાપા રક્ષા કરશે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાં, વહેલું-મોડું થાય પણ એ કરશે.’
એક સંત કહે : ‘આપ વચન આપો. અમે શ્રદ્ધા-વિશ્વાસ રાખીશું. આરતી, નિયમ, કથાવાર્તા બધું જ નિયમિત કરીશું.’
સ્વામીશ્રી કહે : ‘ભગવાનને શરણે આવ્યા એટલે ભગવાન રક્ષા કરશે જ.’
સેવાનિષ્ઠ સ્વામી કહે : ‘અમે તો આપને શરણે છીએ.’
સ્વામીશ્રી કહે : ‘સાચા ભાવથી (સેવા અને શરણું) કરીએ તો થશે જ. કામ થશે જ, એમ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાં. શ્રીજીમહારાજ સર્વોપરિ છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જેવા ગુરુ મળ્યા છે, એટલે કામ થવાનું જ છે.’
આટલું કહ્યા પછી વળી સ્વામીશ્રી કહે : ‘એણે જેમ બીજા બધા આધાર મૂકી દીધા અને એક ભગવાનનો આશરો કર્યો, એમ એક જ આધાર થઈ જાય, બીજા જીવમાંથી નીકળી જાય, ‘મોહે તો તુમ એક આધારા...’ એવું થઈ જાય, તો કામ થઈ જાય.’
સેવાનિષ્ઠ સ્વામી કહે : ‘અમારે તો આપનો એક જ આધાર છે.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘આપણે ભગવાનનો આધાર છે. ફલાણો મારું કામ કરી દેશે અને ઢીંકણો મારું કામ કરી દેશે - એ કોઈ નહીં, ભગવાન જ કરવાવાળા છે - એમ દૃઢ થઈ જાય તો વાંધો ન આવે.’
Vachanamrut Gems
Gadhadã III-28:
Two Ways to Fall from Bhakti
“There are two ways in which a person falls from the bhakti of God: One is by listening to shushka-Vedãnta scriptures, whereby he may consider the form of Shri Krishna Bhagwãn and other forms of God to be false – just as he considers all other forms to be false. Such a shushka-Vedãnti should be considered to be extremely ignorant. The other way of falling is by believing, ‘If I worship God, then I will enjoy women, food, drink and other pleasures of the panchvishays in Golok and Vaikunth.’ Then, due to the desires of those pleasures, he forgets even God…”
[Gadhadã III-28]