પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-3-2017, અમદાવાદ
સ્વામીશ્રી સાયંસભામાંથી સંતઆશ્રમના બહારના ચોકમાં પધાર્યા. આજે ચોકમાં ઘણાં બધાં બાળકોને પણ પોતાના વાલીઓની સાથે બેઠેલા જોઈને તેઓ કહે : ‘આ બાળકોમાં અનંત અવતારો જેટલું તેજ દેખાય છે.’
વર્ષો પહેલા ગુણાતીતાનંદ સ્વામી પણ સત્સંગીઓના બાળકોને જોઈને બોલ્યા હતા : ‘પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે, તે કરતાં તો આ સત્સંગીનાં છોકરાં સામે જોઈએ છીએ ત્યાં તો કરોડ કરોડગણું અધિક દૈવત જણાય છે.’
આ જ ભાવના શબ્દો આજે એ જ ગુણાતીત સત્પુરુષના શ્રીમુખેથી પુનઃ સાંભળીને સૌ આનંદિત થઈ ગયા.
Vachanamrut Gems
Loyã-13:
Difference Between God and The Muktas
Shriji Mahãrãj answered, "Look at the moon and the stars. Isn't there a difference between the two? They are not similar in terms of brightness, and there is a vast difference between the intensity of their rays as well. All of the herbs are nourished by the moon, but not by the stars. Also, it is the moon that dispels the darkness of the night, not the stars. God and the muktas differ in the same way."
[Loyã-13]