પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-3-2010, સારંગપુર
ગોંડલ અક્ષર મંદિરમાં નર્મદાનાં જળ આવ્યાં હતાં. આ સંદર્ભમાં પુરુષોત્તમચરણ સ્વામીએ સ્વામીશ્રીને વાત કરતાં કહ્યું : ‘મને તો એમ લાગે છે કે યોગીજી મહારાજ કાયમ ધૂન કરતા કે નર્મદા બંધ (ડેમ) થઈ જાય, એ ગોંડલમાં પાણી આવે એ માટે જ હશે....’
સ્વામીશ્રી તેઓને આગળ વાત કરતાં અટકાવતાં કહે : ‘જોગીબાપા એવા સ્વાર્થી ન હતા કે ગોંડલ માટે જ કરે. યોગીજી મહારાજની ધૂન તો બધે પાણી આવે ને આખું ગુજરાત સુખી થાય અને દેશ સમૃદ્ધ બને એના માટે હતી. જોગીબાપા તો હંમેશાં કહેતા ભગવાન સૌનું ભલું કરો. એમની તો વિશાળ દૃષ્ટિ હતી. એમાં સૌની પ્રાર્થના કરે, એમાં આપણે બધા ન આવી ગયા ?’
Vachanamrut Gems
Gadhadã II-13:
The Unforgettable Gnan
“If one has completely understood the essence of this discourse, then regardless of whether one is reborn in a base or elevated life form due to one’s prãrabdha karmas, still, like Vrutrãsur, one will not forget this gnãn. Also, when Bharatji was reborn as a deer, he retained gnãn from his previous life. Such is the profound greatness of this gnãn. In fact, it is even narrated continuously in the assemblies of sages such as Nãrad, the Sanakãdik, and Brahmã and other demigods.”
[Gadhadã II-13]