પ્રેરણા પરિમલ
જ્ઞાનની દૃષ્ટિ
તા. ૧૧-૦૨-૨૦૦૭, મુંબઈ
આજે પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ વર્તમાન પ્રવાહોની વાતો ચાલી. સામાજિક અને રાષ્ટ્રીય સમસ્યાઓની કંઈક કડવી વાસ્તવિકતાની વાતો નીકળતાં એક જણે કહ્યું, 'આ દેશમાં રહેવા જેવું જ નથી.'
સ્વામીશ્રીએ તેમને રોકતાં કહ્યું : 'પણ આપણે શું કામ છોડીને જવું ?'
'જોકે આમ તો જ્યાં જાવ ત્યાં બધે એટલા જ પ્રશ્ન છે એટલે આ દુનિયામાં રહેવા જેવું જ નથી.'
સ્વામીશ્રીએ નવો જ દૃષ્ટિકોણ આપતાં કહ્યું : 'પણ આપણે દુનિયામાં ક્યાં રહીએ જ છીએ ? આપણે તો બહાર જ છીએ ! જ્ઞાનની દૃષ્ટિ હોય તો દુનિયામાં છીએ તોય બહાર જ છીએ.'
પ્રત્યેક સ્થિતિમાં જ્ઞાનનું કવચ ઓઢીને સુખિયા રહેવાની ચાવી સ્વામીશ્રીએ સહજમાં સમજાવી દીધી.
Vachanamrut Gems
Loyã-16:
Qualities of a Person Free From Worldly Desires
"… However, a person whose worldly desires have become completely uprooted is oblivious to the vishays during the waking state, just as he is during the state of deep sleep. He would regard all pleasant and unpleasant vishays as equal and would behave as one who is gunãtit."
[Loyã-16]