પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૩૫
ગુલુ, તા. ૧૫-૩-'૭૦
બપોરે ૨-૦૦
શ્રી રસિકભાઈના બંગલે, બપોરે ઠાકોરજી જમાડ્યા પછી યોગીજી મહારાજ બિરાજ્યા હતા. ત્યારે કહે :
'આપણે અહીં આફ્રિકામાં ત્રણ સંકલ્પો કર્યા છે. (૧) સિટિઝનશિપ બધાને મળે. (૨) અહીંથી ૫૧ યુવકો સાધુ થાય અને (૩) સંપ, સુહૃદભાવ ને એકતા રહે.'
પછી વચનામૃત વરતાલનું ૧૯મું વંચાવી વાતો કરી :
'મહારાજે કહ્યું, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ. પણ કોણ ભગવાન એ કોઈએ પૂછ્યું નહિ ? તમે કે બીજા ?'
સ્વામીશ્રી આ રીતે ઘણીવાર એવા પ્રશ્નો ઉપસ્થિત કરતા કે સૌને વિચારમાં મૂકી દે. વચનામૃતની સરળ લાગતી વાતોમાંથી પણ મજકૂર સુધી આપણને દોરી જાય, 'એ ભગવાન મહારાજ જ છે ને આજે સંત દ્વારા પ્રગટ છે,' એ ભાવ સૌના અંતરમાં કહ્યા વગર સમજાઈ જાય.
- સાધુ ઈશ્વરચરણદાસ