પ્રેરણા પરિમલ
ભક્તોની ગિરદીમાં તો રાજી થવું
કેટલાક સત્સંગીઓ એવા હોય છે કે તેમને મંદિરમાં થતી ભક્તોની ભીડથી કંટાળો ચડે છે. અને એટલે જ તેઓ મંદિરે દર્શને આવવાનું ટાળતા હોય છે. ન્યૂજર્સીમાં એડિસન ખાતે સ્વામીશ્રીની મુલાકાત દરમ્યાન એક ચુસ્ત સત્સંગીનો એવો જ સુપુત્ર આવ્યો. સંતોએ સ્વામીશ્રીને કહ્યું : 'આ દર્શને આવે છે પણ સભામાં આવતો નથી. એને કહીએ તો કહે છે કે ગિરદી નથી ગમતી.'
આ સાંભળતાં જ સ્વામીશ્રીએ વાત્સલ્યપૂર્વક તેને કહ્યું : 'આખા અમેરિકામાં કેટલી ગિરદી છે ! તારા સ્ટોરમાં પણ ગીરદી થાય તો ઘરે પાછો જતો રહે છે કે ગિરદી જોઈને રાજી થાય છે ? એમ આ ભક્તોની ગિરદીમાં તો રાજી થવું. માટે સભામાં આવવું જ.'
(તા. ૨૪-૫-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Loyã-7:
Gnan Which Leads to Ultimate Liberation
"… Such a devotee with gnãn faithfully serves the manifest form of God - who eternally has a form - realising Him as transcending Prakruti-Purush and Akshar, and as being the cause and supporter of all. Such understanding constitutes gnãn, and such gnãn leads to ultimate liberation…"
[Loyã-7]