પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-3-2017, સારંગપુર
સ્વામીશ્રી પુષ્પદોલોત્સવની સભામાં પધાર્યા. સભાના અંતે આશીર્વાદનો રંગ ઢોળતાં તેઓ બોલ્યા હતા :
“બે વાત છે - એક આજ્ઞા, બીજી ઉપાસના. ઉપાસના તો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે ખૂબ દૃઢ કરાવી છે. પણ આજ્ઞામાં ખૂબ સાવધાની રાખવી પડશે, કારણ કે બે પાંખ હોય એમાંથી એક પાંખ નબળી હોય તો પંખી ઢસડાય, ઊડે નહીં. બંને પાંખ સરખી જોઈએ, તો જ ઉડાય... શ્રીજીમહારાજ કહે છે : ‘મારાં વચન એ મારું સ્વરૂપ છે...’ આ માર્ગે ચાલ્યા છીએ તો બળ અને હિંમત રાખવાનાં. મૂંઝાઈ નહીં જવાનું, પાછા નહીં પડવાનું... જેમ શ્રીજીમહારાજ ધામમાં છે તે રીતે અહીંયાં પણ મળ્યા છે, સાકાર છે.
શ્રીજીમહારાજે જીવના કલ્યાણ માટે અનંત વાતું કરી. તેમાંથી ગુણાતીતાનંદ સ્વામીએ ચાર વાતો કાઢી બતાવી - આજ્ઞા, ઉપાસના, એકાંતિકમાં પ્રીતિ અને ભગવદીમાં સુહૃદપણું. તેમાંથી પણ યોગીબાપાએ એક જ વાત ‘સુહૃદપણું’ બતાવી. તેમાં બધું આવી ગયું ! યોગીબાપા કહેતા, ‘આગળ જતાં સુહૃદપણાને ધક્કો લાગશે.’ તે આપણે લાગવા ન દઈએ... અભાવ-અવગુણમાં પડીએ તો મોટો ધક્કો લાગે. આ વાતમાં ખાસ ધ્યાન રાખવું. નહીં તો એકદમ નીચે આવી જવાય. જેમ સાપ-સીડીમાં 98માંથી 2 ઉપર આવી જવાય છે તેમ.”
સ્વધર્મનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા અને સંઘનિષ્ઠાના રંગો આજે રંગોત્સવની સભામાં સ્વામીશ્રીએ વાણી દ્વારા ઉડાડ્યા.
Vachanamrut Gems
Loyã-6:
Keeping the Company of a Sadhu who Reprimands
"… On the other hand, if a sãdhu repeatedly reprimands one, and maintains constant vigilance on any swabhãv he sees within one; and if he does not cease to denounce that swabhãv until it is overcome, and does not merely flatter, then even if he is not considered great in public view, one should still keep his company."
[Loyã-6]