પ્રેરણા પરિમલ
ધીરજ રાખવી...
(તા. ૧૧-૦૬-૨૦૦૮, સારંગપુર)
આજે અમદાવાદથી એક યુવક સ્વામીશ્રીનાં દર્શને આવ્યો હતો. તેણે સ્વામીશ્રીને પોતાના અંતરની વાત કરતાં કહ્યું: 'બાપા! જીવનમાં અનેક વખત આપના આશીર્વાદ લીધા છે. અનેક વખત આપે મારું કામ પણ કર્યું છે. હવે મારાં લગ્ન પણ થઈ ગયાં છે. બધી રીતે સેટ છુ, પણ અંદરથી એવું લાગ્યા કરે છે કે કોઈ રસ રહ્યો નથી. સંસાર અસાર જેવું લાગ્યા કરે છે.'
સ્વામીશ્રી એ યુવકને સાંત્વન આપતાં કહેઃ 'સંસારમાં પડ્યા તો હવે જવાબદારી નિભાવવાની જ છે. ધીરે રહીને સંસારને આગળ વધારવો. ધીરજ રાખવી. તારું મન મૂંઝાયા કરે તો તારા ઘરવાળા પણ મૂંઝાય ને પરિવાર પણ મૂંઝાય. એટલે સંસાર સારો ચાલે એ રીતે મન લગાડવું. બહાર ના રહેવું.'
Vachanamrut Gems
Gadhadã I-61:
To Remain Undisturbed Amidst Desires
Thereupon Muktãnand Swãmi asked, "How can one remain composed even under the influence of lust, anger, avarice and fear?"
Shriji Mahãrãj replied, "'I am not the body; I am the ãtmã, which is distinct from the body and is the knower of all.' When such ãtmã-realisation becomes extremely firm, one never loses one's composure. On the other hand, a person without ãtmã-realisation may try many other means, but he cannot remain composed."
[Gadhadã I-61]