પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
એક બાળકનું નામ પાડવાનું હતું. વિકલ્પ આવ્યા હતા : ‘કાવ્ય, કીર્તન, કપિલ.’
સ્વામીશ્રી તરત બોલ્યા : ‘કીર્તન.’ તેનું કારણ જણાવતાં કહે : ‘બીજાં નામ તો પરોક્ષનાં છે, અને આ તો મહારાજ અને ગુરુપરંપરાનું પ્રસાદીનું નામ છે.’
જીવનના પ્રત્યેક પગથિયે મહારાજ-સ્વામીનો સંબંધ જાળવી રાખવાનો કેવો અનુકરણીય વિચાર !