પ્રેરણા પરિમલ
એ આપણી ભાવના છે
તા. ૦૪-૦૨-૨૦૦૭, રાજકોટ
રાત્રિભોજન દરમ્યાન યુવા કાર્યકરો વિવિધ અનુભવો પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ રજૂ કરી રહ્યા હતા.
ઉત્તરાયણના ઝોળીપર્વમાં ક્યાંક ક્યાંક અપમાન થયાની વાતો પણ યુવકોએ કરી. તેમણે એ સહન કર્યું એ જાણીને પ્રસન્ન થતાં સ્વામીશ્રીએ કહ્યું : ''આ પણ એક જાતની ટ્રેનિંગ છે. તમે એની સામે બોલ્યા વગર આવ્યા એ સારું કર્યું. શાંતિથી પગે લાગ્યા એ બહુ સારું થયું. આવો અનુભવ જોગી બાપાને અને બધાને થયેલો છે. આપણે તો 'આપે એનું પણ કલ્યાણ અને ન આપે એનું પણ ભલું' એ આપણી ભાવના છે.'
Vachanamrut Gems
Loyã-14:
Not Trusting the Mind
"… 'Even an accomplished yogi should never trust his mind - even though he may appear to have conquered it.' …"
[Loyã-14]