પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-9-2017, લંડન
સ્વામીશ્રી બાળદિનમાં પધારવા ગૉલ્ફકાર્ટ પાસે પધાર્યા. ક્ષણિક ઊભા રહીને જિજ્ઞાસાથી સંતોને પૂછ્યું : ‘આ ગૉલ્ફકાર્ટ અહીં બને છે ?’
સંતોએ ‘હા’ પાડી દીધી.
પણ સ્વામીશ્રીએ તરત જ પોતાને પ્રશ્ન કેમ ઊઠ્યો તે જણાવતાં કહે : ‘આ લેફ્ટ હેન્ડ ડ્રાઇવ છે.’
સંતો કહે : ‘ઓહ... !’
કારણ કે ઇંગ્લેન્ડમાં તો રાઇટ હેન્ડ ડ્રાઇવ ચાલે છે. કોઈએ આ નોંધ્યું નહોતું. પણ સ્વામીશ્રીની ચકોર દૃષ્ટિ કેટકેટલું નોંધી લે છે !
સંતોએ કહ્યું : ‘સ્વામી ! અમે તપાસ કરીને જણાવીશું.’
Vachanamrut Gems
Gadhadã II-59.2:
Attaining God or His Sant is Ultimate Liberation
“… So, when one attains God or His Sant, then, apart from this, there is no other liberation for the jiva; this itself is ultimate liberation.”
[Gadhadã II-59.2]