પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી ‘ભગતજી મહારાજ જન્મોત્સવ’ સભામાં આશિષ વરસાવતાં બોલ્યા હતા :
‘અભાવ-અવગુણ ન લેવાથી હાઇટ પકડાય. આપણને બીક રહે છે - અનંત કોટિ બ્રહ્માંડનાં નાડી-પ્રાણ પ્રમુખસ્વામી મહારાજના હાથમાં છે, પણ આ પાંચ જણાનાં નહીં, (પણ) આપણે અભાવ-અવગુણ પર બ્રેક મારીએ, તો મહારાજ-સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી એક દિવસ એવો આવશે કે મજા આવશે. પછી ભગવાનનું સુખ આવશે. માટે આ કરવું જ પડશે. અને આ ખાલી માનવાની વાત નથી, હકીકત વાત છે. જેમ 10ની નોટ એ 10ની નોટ છે જ. ભગતજી મહારાજના જીવનમાંથી આ વાત શીખવા જેવી છે. તેઓએ ઘણી સાધના કરી છે, પણ આ એક મુખ્ય છે. અભાવ-અવગુણની વાત જીવમાં પેસવી જ ન જોઈએ. પેઠી પછી કાઢવી મુશ્કેલ છે, માટે પેસવા જ ન દેવી.’
Vachanamrut Gems
Panchãlã-7:
An Obstacle to Attaining Liberation
"… On the other hand, one who has doubts in realising God in this way, even if he is a staunch, urdhvaretã brahmachãri and a great renunciant, attaining liberation would still be extremely difficult for him."
[Panchãlã-7]