પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-3-2010, સારંગપુર
7:25 વાગ્યાથી ભૂમિભ્રમણ શરૂ કર્યું. વચ્ચે જ્યારે વિશ્રમ માટે સ્વામીશ્રી ખુરશી ઉપર બેઠા ત્યારે રોજના ક્રમ પ્રમાણે ડૉ. નિકુલે સ્વામીશ્રીનું બ્લડપ્રેશર માપ્યું. બ્લડપ્રેશર અત્યારે થોડું વધારે હતું. સ્વામીશ્રીએ જિજ્ઞાસા દર્શાવી, એટલે ડૉ. નિકુલ તથા યોગીચરણ સ્વામીએ બ્લડપ્રેશર શા માટે વધે છે એનાં કારણો કહ્યાં.
ડૉ. નિકુલ કહે : ‘સ્ટ્રેસ હોય, ટેન્શન હોય, ગુસ્સો હોય તો બ્લડપ્રેશર વધે.’
યોગીચરણ સ્વામી કહે : ‘એ તો બધું આપણા જેવાને હોય, સ્વામીશ્રીને એ ન હોય ! એમને તો આ બ્રહ્માંડનો બ્રહ્મા રિસાયો તો બીજા કેટલાય હોય !’
સ્વામીશ્રી કહે : ‘આ જગત ભગવાને રચ્યું છે. જેણે રચ્યું આ જગત.... ભાતભાતનું રે.... આપણને થાય કે આમ કેમ કર્યું ? વિચાર થઈ જાય કે આ કેમ થશે ને શું થશે ? પણ જે થયું એ ! આપણે માળા ફેરવીએ. આપણને આવું આવડે. કથાવાર્તા છે એટલે વાંધો નહીં. ભગવાનની કૃપાથી કથાવાર્તા-ભજન કરીને સુખિયા રહેવું. આપણને મૂંઝવણ હોય તો બીજાને મૂંઝવણ થાય ને !’ સ્વામીશ્રીએ સહજભાવે જ્ઞાનની સ્થિતિની વાત જણાવી.
Vachanamrut Gems
Gadhadã II-18:
Even the Great Behave as the Servants of God
“… Despite being aksharrup, they behave as the servants of Purushottam Bhagwãn, who transcends Akshar…”
[Gadhadã II-18]