પ્રેરણા પરિમલ
ભગવાનને સંભારવા...
(તા. ૨૫-૦૫-૨૦૦૮, સારંગપુર)
એક નાનો બાળક આવ્યો ને સ્વામીશ્રીને કહે : 'હારે રહેજો.'
સ્વામીશ્રી કહે : 'ભગવાનને સંભારજે એટલે કાયમ સાથે રહેશે.'
આજ્ઞા પ્રમાણે રહેવું...
શાસ્ત્રીજી મહારાજના ખંડમાં સ્વામીશ્રી દર્શન કરી રહ્યા હતા. ઓરડાની બંને દીવાલો આગળ સંતો-પાર્ષદો-સાધકો બેઠા હતા. બારણા આગળ પણ આ દર્શનની ભીડ જામી હતી.
એ દરમ્યાન સામે ઊભેલા મયૂર અજમેરાએ કહ્યું : 'શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે અમે તો અક્ષરપુરુષોત્તમના બળદિયા છીએ. અમારે પણ અક્ષરપુરુષોત્તમના બળદિયા થવું છે, તો કઈરીતે થવાય ?'
'એમ !' સ્વામીશ્રી વાતનો દોર સાંધતાં કહે : 'ભગવાનની આજ્ઞામાં જોડાયો છે, સેવામાં જોડાઈ ગયો છે અને ધર્મનિયમ પાળે છે એટલે આપણે એમના ભક્ત કહેતાં બળદિયા થયા. એમની આજ્ઞા પ્રમાણે ભક્તિ કરીએ, સેવા કરીએ તો ભગવાન રાજી થાય. જેમ બળદિયો હોય એને જેમ જોડો તેમ જોડાય. એ રીતે આપણે પણ આજ્ઞા પ્રમાણે કરવું.'
Vachanamrut Gems
Gadhadã I-60:
Means to Attaining Highest Realization
"Such ekãntik dharma can only be attained by following the commands of a Purush who is free of worldly desires and who has attained the state of God-realisation; it cannot be attained merely by reading books. Even if a person were to attempt to restate those talks exactly, having merely heard them, he would not be able to do so properly. Therefore, one can attain ekãntik dharma only from someone who has already attained the state of ekãntik dharma."
[Gadhadã I-60]