પ્રેરણા પરિમલ
ભજન કરતાં શીખવું
તા. ૨૮-૨-૨૦૦૭, ભાવનગર.
એક હરિભક્ત પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યા. સ્વામીશ્રીએ તેમને પૂછ્યું : 'મંદિરે આવો છો ?'
તેઓ કહે : 'કામ બહુ રહે છે.'
'સ્વામીશ્રી કહે, 'બ્રહ્માંડ થયું ત્યારથી આજ સુધી કામ ખૂટતું જ નથી, એ પૂરું થયું જ નથી, એ તો ચાલ્યા જ કરવાનું. માટે ભજન કરતાં શીખવું.'
ભજન એ સ્વામીશ્રીનો જીવનમંત્ર છે.
Vachanamrut Gems
Loyã-12:
What are the Reasons for Distinctions in Levels of Faith?
Thereafter Chaitanyãnand Swãmi asked, "Mahãrãj, how have such distinctions in faith arisen?"
Shriji Mahãrãj replied, "When an aspirant initially approaches a guru, several factors cause distinctions in his faith: the auspiciousness and inauspiciousness of place, time, company, initiation, action, mantra, scriptures, etc., with regards to the guru; as well as the intensity of one's own shraddhã. Therefore, one should always associate with favourable places, times, etc. Moreover, one should acquire wisdom from a speaker who is serene and faultless.
[Loyã-12]