પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-10-2010, સારંગપુર
આજે સ્વામીશ્રી અહીંથી જૂનાગઢ પધારવાના હતા. આ સંદર્ભમાં રૂપચોકીમાં બેઠેલા નીલકંઠસેવા સ્વામી કહે : ‘અહીંથી જૂનાગઢ પધારો છો, તો ત્યાં ફાવશે ? ત્યાં તો પથ્થરિયું પાણી છે.’
સ્વામીશ્રી કેફમાં કહે : ‘અરે ! ગુણાતીતાનંદ સ્વામી રહેલા છે, શ્રીજીમહારાજ પણ પધારેલા છે, શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજની ભૂમિ છે. પથ્થરિયું પાણી એમણે પચાવ્યું તો આપણે ન પચાવી શકીએ ?’
Vachanamrut Gems
Gadhadã II-51:
Only Behaving as the Atma does one Become Happy
“… Thus, as long as the influence of the gunas remains within a person, he will never experience happiness; only when he behaves as the ãtmã does he become happy.”
[Gadhadã II-51]