પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે જ્યારે સ્વામીશ્રી શમીવૃક્ષે પધાર્યા ત્યારે સામેથી ત્યાં ઊભેલા સંતોને ગઈકાલની વાત યાદ કરાવતાં કહે : ‘અવગુણનું બોલો...’ સંતો તો તૈયાર જ હતા. તરત એક અવાજે સૌ ગગન ગુંજાવવા લાગ્યા : ‘एक-दो-तीन-चार... અભાવ-અવગુણને કાઢો બહાર. एक-दो-तीन-चार... અભાવ-અવગુણને કાઢો બહાર.’
સ્વામીશ્રી રાજી થતાં કહે : ‘હં... કૂચેકૂચા કાઢી નાખવા.’
અભાવ-અવગુણ ઉપર શબ્દો દ્વારા થતા પ્રહારથી પણ સ્વામીશ્રી આટલા રાજી થતા હોય, તો તે જો ખરેખર આપણા જીવનમાંથી નીકળી જાય તો તો કેટલા પુલકિત થઈ ઊઠે !!
Vachanamrut Gems
Loyã-4:
Worshipping God with a Cheerful Mind
"… Therefore, a devotee of God should remain ever joyful and should worship God with a cheerful mind. Moreover, however adverse his circumstances may be, he should not allow even the slightest trace of depression to enter his heart."
[Loyã-4]