પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-10-2010, ગોંડલ
સ્વામીશ્રી ભોજન અંગીકાર કરી રહ્યા હતા એ દરમ્યાન સુરતથી આવેલા વાસુદેવ સ્વામીએ સુરતના હીરા ઉદ્યોગની વિશેષતાની વાતો કરી. વાતો પૂરી થયા પછી તેઓ કહે : ‘અમને બધાને પણ એક હીરો મળ્યો છે. એ હીરો અમૂલ્ય છે.’
આટલું કહીને તેમણે સ્વામીશ્રીને પૂછ્યું : ‘આપને ખબર છે, એ હીરો કોણ છે ?’
સ્વામીશ્રી તરત જ કહે : ‘યોગીજી મહારાજ.’
વાસુદેવ સ્વામી કહે : ‘અમે તો એમને ક્યાં જોયા છે ?’
સ્વામીશ્રી કહે : ‘મૂર્તિમાં રહ્યા જ છે ને ! ને તમારા બધામાં પણ એ જ છે ને ! અંતર્દૃષ્ટિ કરે તો દેખાય, બાકી શ્રીજીમહારાજને તો ક્યાં જોયા છે ? પણ જ્ઞાન થાય તો દેખાય.’
વૈરાગ્યપ્રિય સ્વામી કહે : ‘યોગીબાપા કહેતા કે પ્રમુખસ્વામી અમારો કોહિનૂર હીરો છે.’
વાસુદેવ સ્વામી કહે : ‘યોગીબાપાએ જે કહ્યું છે એ તો અમારે માનવાનું જ ને !’
સંતોએ જ્યારે યોગીજી મહારાજનો તર્ક રજૂ કર્યો, ત્યારે સ્વામીશ્રી મૌન રહ્યા.
વૈરાગ્યપ્રિય સ્વામી કહે : ‘અમને જે હીરો મળ્યો છે, એ હીરાનો વેપાર સારામાં સારો થાય એવા આશીર્વાદ આપજો.’
સ્વામીશ્રી કહે : ‘થાય જ છે ને ! શાસ્ત્રીજી મહારાજનો સંગ ઝાલ્યો છે, તો એ પકડી રાખવો. યોગીબાપાએ દેશ-વિદેશમાં ખૂબ વિકાસ કર્યો છે. એના આધારે આપણે ફરીએ, એટલે બધું ચાલે.’
Vachanamrut Gems
Gadhadã III-17:
Nothing is Greater than to do as God Likes
“In fact, with this body, nothing is greater than to do as God likes. That in itself is bhakti. In fact, only by doing this does one attain God. That is why egotism, jealousy, lust, anger, avarice, etc., are all obstacles on the path of liberation and should be discarded.
[Gadhadã III-17]