પ્રેરણા પરિમલ
વ્યવહારની આદર્શ રીત
એક યુવકને વેપાર કરવો હતો. તેમણે પોતાના વેપારની બધી જ વિગત સ્વામીશ્રી સમક્ષ રજૂ કરી. પછી કહેઃ 'આપણા જ એક સત્સંગી કહે છે તું મારી સાથે ભાગીદારી કર. એને મેં લખાણની વાત કરી તો એ કહે છે કે આપણે લખાણ શું કરવાનું? તારી ને મારી વચ્ચે બાપા છે પછી શું ચિંતા?'
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહેઃ 'બાપા તો છે જ. અને એ બાપા જ કહે છે કે જે કંઈ કરવું તે લખત કરીને જ કરવું. બેય સત્સંગી તરીકે બરાબર છો. બંનેને આશીર્વાદ પણ છે. પણ લખાણ હોય તો પાછળથી કોઈ પ્રશ્ન ન થાય. આપણે તો પહેલેથી જ ચોખ કરવો કે વેપારમાં આટલા ટકા મારા ને આટલા તમારા. આ બાબતમાં હડફડ ના રહેવું. શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે લખાણ કરી જ લેવું. માણસ સારા છે એટલે શાંતિથી સમજાવજે. સંબંધ બગડે એવું ના કરવું. ભલે પૈસા ઓછા મળે પણ લખાણ તો કરવું જ.'
સ્વામીશ્રીએ વ્યવહારની આદર્શ રીત આ યુવકને શિખવાડી.
(૨૯-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Loyã-1:
The Sin of Maligning the Sant
"One who harbours an aversion towards the Sant is unable to become pure by any form of atonement. In fact, release from the sins of lust and other vices is possible, but release from the sin of maligning the Sant is not possible…"
[Loyã-1]