પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-9-2017, લંડન
આજે પ્રાતઃપૂજા બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું :
“આખી દુનિયામાં ટીમવર્ક જોવા મળે છે. ટીમવર્કથી બહુ લાભ થાય. એક વાર એક ફૂટબૉલ મેચમાં એક પ્લેયર પાસે ફૂટબૉલ આવ્યો. ગોલ એકદમ નજીક હતો, પણ એણે બીજા પ્લેયરને પાસ કરી દીધો. બીજાએ ગોલ કર્યો. જો એણે ‘I will take honour’ (હું જશ લઉં) એમ રાખ્યું હોત તો કદાચ ગોલ ન થાત. ‘There is no limit to what can be achieved, if no one cares who gets the credit.’ - ‘હું ટીમને જિતાડું’ એમ નહીં. એ ખોટી વાત છે. ‘આપણે જીતવું છે,’ એમ નિશાન હોવું જોઈએ. જે સેલ્ફિસ(સ્વાર્થી) હોય અને પોતે કરવા જાય તો ગરબડ થાય. કદાચ એને ક્રેડિટ (જશ) મળે પણ એ બરોબર નથી.”
જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ સ્વામીશ્રી દરેક વિષય ઉપર ખૂબ જ મનનીય વક્તવ્ય આપી શકે છે.
Vachanamrut Gems
Gadhadã II-66:
How Does A Devotee Benefit after Death?
“… In addition, just as God is free from kãl, karma and mãyã, in the same way, that devotee of God also becomes free from kãl, karma and mãyã. Also, he forever resides in the service of God. This is how that devotee benefits after he abandons his body. That is the answer to the question.”
[Gadhadã II-66]