પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-10-2010, ગોંડલ
સ્વામીશ્રી પત્રવાંચન કરી રહ્યા હતા. 5:25 વાગ્યા પછી તો સ્વામીશ્રીનું મન શરદ પૂર્ણિમાની સભામાં જવા માટે પહોંચી ગયું હતું. અનંતચરણ સ્વામીને બોલાવીને કહ્યું : ‘કૃષ્ણવલ્લભને કહી દો કે સભામાં જવાનું છે તો વહેલા જમી લઈશું.’
આટલું કહી સભાનો કાર્યક્રમ મંગાવ્યો. સ્વામીશ્રીએ એ કાર્યક્રમ જોયો. અનંતચરણ સ્વામી કહે : ‘નારાયણમુનિ સ્વામીએ કહેવડાવ્યું છે કે 8:00 વાગે સ્વામીશ્રી પધારશે તો ચાલશે.’
આ સાંભળતાં સ્વામીશ્રી કહે : ‘એ બધું તું રહેવા દે. ક્યારે પધારવાનું પૂછવા માટે ઓછો મોકલ્યો હતો ? સભા ક્યારે ચાલુ થાય છે એ જ મારે જાણવું છે.’
6:45 વાગે સભા ચાલુ થતી હતી. સ્વામીશ્રી કહે : ‘અત્યારે વૉક લઈ લઈએ ને પછી જમી લઈએ, એટલે 7:00 વાગે પહોંચી જવાય.’
યોગીચરણ સ્વામી કહે : ‘બહુ વહેલું થશે. 7:00ને બદલે 7:15 વાગે રાખજો.’
સ્વામીશ્રી કહે : ‘વહેલા જઈને બેસીએ તેમાં વાંધો શું છે ?’
એમ કહેતાં સ્વામીશ્રીએ ભોજનની ઉતાવળ કરવાનું કહી દીધું અને 5:45 વાગે ભૂમિભ્રમણ કરવા માટે ઊભા થઈ ગયા, 6:45 વાગે ઠાકોરજી જમાડવા વિરાજી ગયા.
પ્રત્યેક સત્સંગ સભા કે કથાના પ્રસંગમાં સમયસર પહોંચવાનો તેઓનો આગ્રહ સૌને માટે ખૂબ પ્રેરણાદાયક છે.
Vachanamrut Gems
Vartãl-18:
Behave According to My Words
“… Similarly, as I am your spiritual master, your guru and your preceptor, you should not imitate my physical behaviour. Instead, all of you should behave according to my words in the form of the respective injunctions which I have prescribed for those in my sampradãy; but none should imitate my behaviour.”
[Vartãl-18]