પ્રેરણા પરિમલ
કરુણા અને સ્થિતપ્રજ્ઞતા
લંડન મંદિરમાં મુલાકાતો દરમ્યાન અમૃત નામનો એક મંદબુદ્ધિનો બાળક સ્વામીશ્રીનાં દર્શને આવ્યો. આ મોજીલો મહાશય 'અમૃત હર્બલ કેર'નો પુરસ્કર્તા છે. એણે તો સ્વામીશ્રી સમક્ષ ઊભો રહીને રીતસર સંવાદ શરૂ કર્યો.
સંતોએ પૂછ્યું: 'તારે કંઈ માંગવું છે?'
‘Yes, give me a Amrut tooth paste. (મને એક અમૃતની ટૂથપેસ્ટ આપો.)
સ્વામીશ્રી હસી પડ્યા.
એણે વળી નવું ગતકડું કાઢ્યું. થોડો ઊંચો થઈને સ્વામીશ્રીના માથે હાથ મૂકી દીધો. સ્વામીશ્રી સહિત સૌ ખડખડાટ હસી પડ્યા એટલે વળી પેલો કહેઃ 'Bapa! you are so lucky.' 'બાપા! તમે બહુ ભાગ્યશાળી છો.'
વળી પાછુ હાસ્યનું મોજુ ફરી વળ્યું.
સ્વામીશ્રીની કેટલી સહજતા! સવારે ઍર ચીફ માર્શલને જે પુરુષ સ્નેહપૂર્વક મળે છે એ આવા મંદબુદ્ધિના બાળક સાથે પણ એટલી જ સહજતાથી દસ મિનિટ ગાળી શકે. કરુણા અને સ્થિતપ્રજ્ઞતા વગર આ શક્ય જ નથી. (૨૬-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Loyã-1:
Highest Level of Vairagya
"Now, if a person with the highest level of vairãgya were to come across women and other worldly objects even in solitude, he would not be enticed. Such a person can be considered to be one with the highest level of vairãgya."
[Loyã-1]