પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-9-2017, લંડન
સ્વામીશ્રીએ ભોજન પૂર્ણ કર્યું. નીલકંઠ કારા નામના બાળકે સ્વામીશ્રીના જન્મદિવસના 3 દિવસ પૂર્વે આવેલા સ્વપ્નદર્શનની વાત જણાવતાં કહ્યું :
“મને સ્વપ્નમાં શ્રીજીમહારાજ અક્ષરધામમાં લઈ ગયા. દિલ્હી અક્ષરધામ જેવું લાગતું હતું, પરંતુ સફેદ વાદળોની વચ્ચે હતું. મેં શ્રીજીમહારાજને પૂછ્યું - ‘ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ ક્યાં છે ?’
‘તેઓ (મહંત સ્વામી મહારાજના) જન્મદિવસની ઉજવણીની તૈયારી કરે છે.’ શ્રીજીમહારાજે કહ્યું.
પછી મેં પૂછ્યું : ‘What is the purpose of my life? મારા જીવનનો હેતુ શું છે ?’ શ્રીજીમહારાજ જવાબ આપે તે પહેલાં તો મારાં મમ્મીએ મને જગાડી દીધો...’
સૌ હસી પડ્યા. સંતોના કહેવાથી સ્વપ્નદર્શનનો આ અંતિમ પ્રશ્ન તેણે સ્વામીશ્રીને જ પૂછી લીધો. સ્વામીશ્રીએ જવાબ આપ્યો કે ‘ભગવાનને પામવા.’
સ્વામીશ્રીએ સ્વપ્નનો અધ્યાહાર પૂર્ણ કરીને અધૂરું સ્વપ્ન પૂર્ણ કર્યું.
આવી સુવિધા સત્સંગ સિવાય બીજે ક્યાં મળે !
Vachanamrut Gems
Gadhadã II-35:
If I were to Mislead you...
“All of you have faith in Me. If I were to mislead you with unfounded talks, it would amount to throwing all of you into a well and sealing it with a stone slab so that there would be no hope of escape. However, if, because of your faith in My words, you are misled along the wrong path, then of what good would that be to Me? Thus, these discourses are for the sake of your liberation. I have told you this out of affection for all of you, so now all of you should understand it and strictly live by it.”
[Gadhadã II-35]