પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-10-2010, ગોંડલ
આજે શરદ પૂર્ણિમા અર્થાત્ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો 226મો પ્રાકટ્ય મહોત્સવ હતો. જે નિષ્ઠાવાન છે અને જેણે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, શ્રીજીમહારાજ સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ અને પ્રમુખસ્વામી મહારાજ મોક્ષનું દ્વાર - આ સત્યને જાણ્યું છે એ સદેહે ન રહે તો પણ અમર છે. આ વાતની પ્રતીતિ ગઈકાલે રાત્રે જ સમગ્ર સત્સંગને થઈ.
રાજકોટના નિર્દેશક દશરથસિંહનાં ધર્મપત્ની જ્યોત્સ્નાબાને ઝીણો તાવ આવતો હતો. આગલા દિવસે એમને રાત્રે શ્રીજીમહારાજ અને સ્વામીશ્રીએ દર્શન દઈને કહ્યું કે ‘હવે તમારું કાર્ય પૂર્ણ થયું છે અને તમને લેવા આવ્યા છીએ.’
જ્યોત્સ્નાબાએ સવારે આ દિવ્ય દર્શનની વાત પોતાના પતિ દશરથસિંહને કરી, ત્યારે તેઓ કહે : ‘તને તાવ છે એટલે આવા વિચારો આવે છે.’ વળી, એમનાં દીકરા-દીકરીઓને તથા પડોશમાં રહેતા ધર્મેન્દ્ર અદ્રોજા અને કેટલીક મહિલાઓને પણ આ વાત કરી.
બીજે દિવસે ઝીણો તાવ જ હતો અને તેઓ જાતે જ ચૅકિંગ કરાવવા માટે હૉસ્પિટલમાં ગયાં. સાંજના 4:00 વાગ્યા સુધી ટ્રીટમેન્ટ ચાલી. ડૉક્ટરોએ ‘ઓકે’ પણ કહી દીધું. તેઓ ઘરે આવવાની તૈયારીમાં જ હતાં અને અચાનક એવંુ બન્યું કે તેઓ ઢળી પડ્યાં અને હૃદય બંધ થઈ ગયું. ડૉક્ટરોએ મરણિયા ઉપાય કર્યા ને હૃદય ચાલુ કર્યું, પરંતુ તેઓ તો બેભાન જ હતાં, એટલે કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ ઉપર મૂકવામાં આવ્યાં. લગભગ અડધો-પોણો કલાકમાં બે-ચાર વખત હૃદય બંધ પડ્યું અને ડૉક્ટરોએ પાછું ચાલુ તો કર્યું, પરંતુ છેવટે શ્રીજીમહારાજે કહ્યું હતું તે પ્રમાણે જ થયું. તેઓ યુવાન ઉંમરે અક્ષરનિવાસી થયાં.
અંતકાળે પણ હામી અને સંગાથી બનીને શ્રીજીમહારાજ અને સ્વામી, તેઓનું જે કોઈ ભજન કરે છે એને તેડવા પધારે છે, એની એક વધુ પ્રતીતિ આજે પણ થઈ.
સત્સંગમાં મહારાજ અખંડ પ્રગટ છે અને મૂળ અક્ષર દ્વારા જ પ્રગટ છે - એ વાતની પ્રતીતિનો આ શરદ પૂર્ણિમાનો દિવસ છે. ભલે, ગુણાતીતાનંદ સ્વામીના પ્રાકટ્યને 226 વર્ષ થયાં, પરંતુ આજે પણ એ અખંડ પ્રગટ જ રહે છે.
Vachanamrut Gems
Gadhadã II-22:
An Ekantik Bhakta Summarized
“…‘An ekãntik bhakta does not believe his body to be his own true form; he believes himself to be chaitanya. He does bhakti of God while observing dharma, gnãn and vairãgya. Also, he maintains no desire for any object other than God.’…”
[Gadhadã II-22]