પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-9-2017, લંડન
સ્વામીશ્રીએ જાગ્રત થઈને થોડું પત્રલેખન કર્યું. જેમાં બ્રહ્મચિંતનદાસ સ્વામીનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું :
“બે દિવસ પહેલાં યજ્ઞપુરુષ વાડીમાં સદ્ગુરુ સંતોની હાજરીમાં સંતોની સભા ગોઠવાઈ હતી. તેમાં ‘આપને સારંગપુરના સંતો-પાર્ષદો-સાધકો પાસે શી અપેક્ષા છે ?’ તે પ્રશ્નનો સદ્દ્ગુરુ સંતોએ લેખિતમાં ઉત્તર આપ્યો હતો. તો આપ પણ કંઈક લખી આપો.”
સ્વામીશ્રીએ લખ્યું : ‘દરેકે દરેકમાં દિવ્યભાવ રાખે.’
શ્રુતિપ્રિયદાસ સ્વામીએ સૂચવ્યું : ‘રાખેની જગ્યાએ રાખવો એવું લખીએ ?’ તે વ્હાઇટનર મારવા (સુધારવા) જતા હતા. સ્વામીશ્રીએ કહ્યું : ‘ના... આજ્ઞા છે.’
Vachanamrut Gems
Gadhadã II-24:
The Perishable, and The Imperishable
“… With the exception of God’s Akshardhãm, the form of God in that Akshardhãm and His devotees in that Akshardhãm, everything else – all of the realms, the demigods, and the opulence of the demigods – is perishable…”
[Gadhadã II-24]