પ્રેરણા પરિમલ
માતાની સેવા બરાબર કરવી...
(તા. ૦૪-૦૫-૨૦૦૮, સારંગપુર)
ત્રણ ભાઈઓ દર્શને આવ્યા. તેઓના પૂર્વ સંદર્ભને જાણતા સ્વામીશ્રીએ તેઓની વાત સાંભળી લીધા પછી કહ્યું : 'તમારાં માતાની સેવા કરો છો કે કેમ? માજીની સેવા બરાબર કરજો.'
તેઓ કહે : 'બાપા! અમે તો એમને ઘરે બોલાવીએ છીએ, પણ અમારે ત્યાં શહેરમાં રહેવાનું એમને ફાવતું નથી એટલે થોડો ટાઇમ થાય ને જમાઈને ત્યાં જતાં રહે છે, પણ એમનો બધો જ ખર્ચો અમે આપીએ છીએ ખરા.'
સ્વામીશ્રીએ વિગતે કેટલો કેટલો ખર્ચો આપો છો એની વાત પૂછી અને કહ્યું : 'જો ઘરમાં ન ગમતું હોય તો વાંધો નહીં, પણ જ્યારે જરૂર પડે ત્યારે વધારાનો ખર્ચો પણ આપતા રહેજો.'
Vachanamrut Gems
Gadhadã I-66:
Understanding Scriptures
"Besides, the words of the scriptures cannot be understood in their true context by anyone except an ekãntik bhakta…"
[Gadhadã I-66]