પ્રેરણા પરિમલ
...એ અમારી ટેકનોલોજી છે
તા. ૧૮ જૂન, ૨૦૦૭, શિકાગો
ડૉ. ભગીરથભાઈ કાટબામણા એક મોટી લાગતી કૅપ્સ્યુલ લઈને આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજને બતાવતાં કહે, 'આ અમારી ટેકનોલોજી છે. આ પારદર્શક કૅપ્સ્યુલમાં બે સૂક્ષ્મ કૅમેરા આવે છે. આ કૅપ્સ્યુલને દર્દી ગળી જાય પછી એના ફોટા અંદર રહેલા કૅમેરા લઈ લે. અંદરના અવયવોના ફોટા લઈને એની ઇમેજ બહારના રિસિવરમાં મોકલે. એનાથી આંતરડાથી માંડીને શરીરના બધા જ અવયવોની સ્થિતિનો ખ્યાલ આવી જાય. આ અમારી ટેકનોલોજી છે. આપ આપની ટેકનોલોજી બતાવો.'
સ્વામીશ્રી તરત જ કહે, 'અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ અમારી ટેકનોલોજી છે. આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ એ જ્ઞાન દૃઢ કરવું. આપણે કાટબામણા નથી. આપણા કોઈ સગાસ્નેહી નથી, માબાપ પણ નથી. હું અક્ષર છું, બ્રહ્મ છું, આત્મારૂપ છું. આ મનાઈ જાય તો માયાના ભાવથી મુક્ત થઈ જવાય.' સ્વામીશ્રીએ પોતાની અદ્ભુત ટેકનોલોજી દર્શાવી દીધી.
Vachanamrut Gems
Gadhadã II-1:
A Means to Liberation
"… Therefore, those who wish to strive for liberation should eradicate attachment to the vishays…"
[Gadhadã II-1]