પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની આત્મીયતા
લંડન મંદિરમાં એક સેવકે પોતાનો પરિચય આપતાં કહ્યું: 'મારું નામ હરેશ ને ગામ શ્રીજીપુરા.'
શ્રીજીપુરા નામ સાંભળતાં જ સ્વામીશ્રીએ સામે પ્રશ્ન પૂછ્યો. તારા બાપાનું નામ શું?'
એ કહેઃ 'રામજી છગન.'
સ્વામીશ્રીને તો શ્રીજીપુરાના એક એક ઘર અને હરિભક્તોનાં નામ-ગામ ને વંશ યાદ. સ્વામીશ્રીની ડીરેક્ટરી ખૂલી ગઈ. 'આ લોકો મૂળ ઉગામેડીના. શાસ્ત્રીજી મહારાજે જ્યારે જમીનો વસાવી ત્યારે અહીં શ્રીજીપુરામાં લાવીને વસાવેલા. આ રામજી ને દયાળ એનો ભાઈ. છગનના આ બે. છગન ને ચાર ભાઈઓ હતા. ત્રિકમ મોટા ને છગન, નારાયણ ને તળશી એવાય ચાર ભાઈઓ. આનો ભાઈ અત્યારે સારંગપુરમાં સાધુ છે. ને સૂરતવાળા પેલા મણિલાલ છે એ બધા કુટુંબી થાય.'
પેલા હરેશના હાથમાં માઈક એમ ને એમ રહી ગયું. અને સ્વામીશ્રીની આત્મીયતા અંતરમાં કોતરાઈ ગઈ.
(૨૬-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Kãriyãni-8:
The Fruits of Realising God's Greatness
"… That God appears to be like a human, but no one is able to fathom the limits of His greatness. If a devotee realises the nirgun and sagun aspects in God's form in this manner, then kãl, karma and mãyã would be incapable of binding him, and throughout the day he would continuously experience wonder in his heart."
[Kãriyãni-8]