પ્રેરણા પરિમલ
'વ્યસન છૂટી જ જશે'
તા. ૧૫ મે, ૨૦૦૭, નૈરોબી
નૈરોબી યુવક મંડળના યુવકોએ સમૈયા દરમ્યાન રોજના ૪૫૦૦થી વધુ માણસોનાં વાસણ ઊટકવાની સેવા સૌએ હોંશે હોંશે વધાવી લીધી. તેઓ પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યા ત્યારે સુમનભાઈ કહે, ''પહેલા જ્યારે અમે વાસણ ઊટકવાનો સંકલ્પ કર્યો ત્યારે કેટલાક નવા સત્સંગી થયેલા યુવકોમાં વ્યસન હતા એટલે ગભરાતા હતા કે અમે કઈ રીતે આ સેવા કરી શકીએ ? પણ અમે કહ્યું કે 'સેવા કરવામાં વાંધો નહીં. સેવા કરશો તો વ્યસન છૂટી જશે.''
આ વાક્ય સાંભળતાં જ સ્વામીશ્રી બે હાથ ઘસીને કહે, 'વ્યસન છૂટી જ જશે.' આ સૌ ઉપર રાજીપો દર્શાવતાં સ્વામીશ્રી કહે, 'શાસ્ત્રીજી મહારાજે અને યોગીજી મહારાજે પણ બહુ વાસણ ઘસ્યાં છે, રસોઈ કરીને હરિભક્તોને જમાડ્યા છે. તમને પણ આવી સેવા મળી તો તમારા જીવમાં ભગવાન બેસશે. સેવાભાવના આવી ને આવી કાયમ રહે ને વ્યસનો છૂટી જાય એ આશીર્વાદ છે.' યોગીજી મહારાજ કહેતા, 'નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો.' આવી સેવા મળે એ મોટી વાત છે.
ભક્તવત્સલ સ્વામી કહે : 'નૈરોબીના ઇતિહાસમાં પહેલી જ વાર છોકરાઓએ વાસણ ઊટકવાની સેવા લીધી છે.'
સ્વામીશ્રી કહે : 'ભગવાન અને ભગવાનના ભક્ત સંતોની સેવા મળે એ મોટામાં મોટી વાત અને મોટામાં મોટો લાભ છે. એનાથી અંતરમાં શાંતિ થાય, એ સૌથી મોટામાં મોટી વાત.'
Vachanamrut Gems
Loyã-10:
Happiness due to Faith
"Also, if a person has faith, i.e., he believes, 'Whatever such a great Sant and God say is the truth; there is no doubt in it,' and with such a belief, he does as God and His Sant instruct him to do, then such a person remains happy…"
[Loyã-10]