પ્રેરણા પરિમલ
હા... હા... તારો ફ્રેન્ડ!
સાંજના ક્રમથી પરવારીને એક કલાક પત્રવાંચન કર્યા પછી સ્વામીશ્રી દર્શને જઈ રહ્યા હતા. રસ્તામાં લિફ્ટ આગળ ત્રણેક વર્ષનો તરંગ દેપાલા મોટું ઢોલ લઈને હીંચ વગાડતો હતો. લય અને વજન બહુ જ સારાં હતાં. એની આ આવડત જોઈને સ્વામીશ્રી રાજી થઈ ગયા. એને લિફ્ટમાં સાથે લીધો. હીંચની થાપ સહેજ નીચા વળીને સ્વામીશ્રીએ બંને હાથે હળવા વજનથી એના બંને ગાલે વગાડી. તરંગ અંગૂઠો ઊંચો કરીને કહેઃ 'બાપા! તમે મારા ફ્રેન્ડ ને?'
સ્વામીશ્રીએ પણ સામે અંગૂઠો ઊંચો કર્યો અને કહ્યું: 'હા... હા... તારો ફ્રેન્ડ...' લીફ્ટની અંદર ચાલતી આ નિર્દોષ ગોષ્ઠિમાં જાણે ઉંમરના ભેદ વીલાઈ ગયા હતા. સ્વામીશ્રી સૌના મિત્ર છે. કેટકેટલી ભૂમિકાઓમાં સરી જઈને સ્વામીશ્રી સૌના આત્મીય બની ગયા છે.
(૨૬-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Loyã-1:
The Fruits of Gnan
"… the one with the lowest level of gnãn attains God-realisation after countless lives; the one with a moderate level of gnãn attains God-realisation after two or three lives; and the one with the highest level of gnãn attains God-realisation in that same life."
[Loyã-1]