પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-9-2017, લંડન
સ્વામીશ્રી મંદિર ઉપર પ્રદક્ષિણા પથમાં ગુરુવર્યોનાં દર્શન કરી પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ સમીપ દર્શન કરી રહ્યા હતા, તે સમયે અક્ષરવત્સલદાસ સ્વામીએ પ્રદક્ષિણામાં મધ્યખંડની બરાબર પાછળના ભાગમાં આવેલા સ્થાનનો નિર્દેશ કરી કહ્યું : ‘જો આપ ત્યાં ઊભા રહો તો પાંચેય ગુરુઓનાં એક સાથે દર્શન થાય.’
સ્વામીશ્રીની બંને બાજુ બબ્બે ગુરુવર્યોના સિંહાસન આવે તે સંદર્ભમાં તેઓ કહી રહ્યા હતા.
સ્વામીશ્રી તરત જ પ્રદક્ષિણામાં બરાબર વચ્ચે આવી ગુરુવર્યોનાં દર્શન કરવા લાગ્યા, પરંતુ ચાર ગુરુવર્યોનાં જ દર્શન થતાં હોવાથી આશ્ચર્ય વ્યક્ત કર્યું.
અક્ષરવત્સલદાસ સ્વામીએ વિરુદ્ધ દિશામાં મુખ રાખવાનો ઇશારો કરતાં કહ્યું કે ‘આ રીતે ઊભા રહો તો આપ સહિત પાંચ ગુરુવર્યોનાં અમને એક સાથે દર્શન થાય.’
સ્વામીશ્રી હસીને કહે : ‘પાંચ ગુરુઓ એટલે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ... એમ સમજવું.’
સૌ હસવા લાગ્યા.
સતત દાસપણે વર્તતા સ્વામીશ્રી માટે સ્વયંની ગુરુ તરીકે કલ્પના કરવી પણ અશક્ય છે !
Vachanamrut Gems
Vartãl-3:
The Importance of Bhakti
“If one has bhakti towards God coupled with knowledge of His greatness, one will never fall from dharma – even if one has a lesser degree of ãtmã-realisation, vairãgya and dharma. This is because he who realises God’s greatness thinks, ‘If Brahmã and all the other demigods follow God’s commands, then how can I not follow His injunctions?’ Bearing this in mind, he always abides by the niyams prescribed by God. ”
[Vartãl-3]